અમરેલીમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ

l5

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો હતો. રાજુલા પંથકમાં તોફાની પવન સાથે વરસાદ થયો હતો. આસપાસના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ડુંગળી અને કેરીના પાકને નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશના વિવિધ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આજે સતત બીજા દિવસે અમરેલીમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે તાપમાનમાં કોઈ વધારે ફેરફાર જોવા મળશે નહીં. બીજી બાજુ આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪ર.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પારો ૪૩ ઉપર પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ સાંજે ધૂળ ભરેલી આંધીની સ્થિતિ રહી હતી. ભારે પવન ફૂંકાયા હતા. હવામાનમાં એકાએક પલ્ટો વારંવાર હાલમાં જોવા મળી રહૃાો છે. અમરેલી પંથકના ખેડૂતો કમોસમી વરસાદના કારણે પરેશાન થયેલા છે. તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે સમયાંતરે કમોસમી વરસાદ થઈ રહૃાો છે. તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેર માટે હિટવેવ એક્શન પ્લાનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને અમલી રાખવામાં આવ્યો છે. લોકોને હિટવેવ સામે જાગૃત કરવા પણ પગલા લેવાયા છે. બાગ બગીચાઓને પણ ખુલ્લા રાખવામાં આવી રહૃાા છે. લૂ ન લાગે કે હિટસ્ટ્રોકનો ભોગ બનવું ન પડે તે માટે લોકોને બને એટલું પાણી વધારે પીવા પર ખાસ સલાહ સલાહ આપવામાં આવી છે. હિટ સ્ટ્રોકના કારણે લોકોને અસર થઇ હતી.  બીજી બાજુ દરેક ઝોનદીઠ પાણીની મોબાઇલ પરબ પણ શરૂ કરાઈ હતી. લોકો સાવધાન થયા છે અને બપોરના ગાળામાં હવે લોકો નજરે પડી રહૃાા નથી. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદ શહેરમાં બપોરમાં આજે પણ રસ્તા સુમસામ દેખાયા હતા.સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ગઈકાલે બુધવારના દિવસે પણ વરસાદ પડતા લોકોમાં આશ્ર્ચર્યનું મોજુ ફરી વળ્યું હતું. અમરેલીના રાજુલા સહિતના પંથકમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. અમરેલીના દીપડીયા, ધારેશ્વર, વાવેરામાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે એકાએક સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હવામાનમાં પલ્ટો આવ્યો હતો. અમરેલી ઉપરાંત રાજકોટના જુદા જુદા ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. દરમિયાન, ગરમીના પ્રકોપથી હાલ રાહત મળે તેવી શક્યતા નહિવત દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *