અમદાવાદમાં મોદી-શિન્ઝોનો આઠ કિ.મી.નો યોજાશે રોડ શો

The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Japan, Mr. Shinzo Abe boarding the Shinkansen bullet train to Kobe from at Tokyo Station, in Japan on November 12, 2016.

જાપાનના વડાપ્રધાન શિન્જો આબે ભારતના બે દિવસના પ્રવાસ પર આવતીકાલે પહોંચી રહૃાા છે. તેમના સ્વાગત માટેની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. બે દિવસની ઐતિહાસિક યાત્રામાં શિન્ઝો અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક ભવ્ય રોડ રો કરનાર છે. આઠ કિલોમીટરના લાંબા રોડ શોની શરૂઆત એરપોર્ટથી થશે અને ઐતિહાસિક ગાંધી આશ્રમ સુધી પહોંચશે. આબે બુધવારના દિવસે પહોંચી રહૃાા છે. આ પ્રવાસ દરમિયાન બન્ને નેતા ૧રમી ભારત-જાપાન વાર્ષિક બેઠકમાં ભાગ લેનાર છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે  જ્યારે બે દેશના વડાપ્રધાન કોઇ રોડ શો કરનાર છે. પોતાના ભારત  પ્રવાસના પ્રથમ દિવસે જ તેઓ અમદાવાદની યાત્રા કરનાર છે. સમગ્ર રોડ શોના રૂટ પર ર૮ નાના મંચ બનાવવામા ંઆવ્યા છે. .આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર આ બંને મહાનુભવોના આગમન બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવશે.ગાર્ડ ઓફ ઓનરની વિધિ પુરી થયા બાદ બંને એરપોર્ટથી બહાર નીકળે એ સમયે બંનેનુ સ્વાગત પરંપરાગત વાજિંત્રો સાથે કરવામા આવશે.આ વાજિંત્રોમાં તુતારી, ભુંગળ, ધંટ,શંખ,મંજીરા ત્રાંસા અને નગારા જેવા વાજિંત્રોનો સમાવેશ થાય છે. એરપોર્ટથી તાજ સર્કલ,તાજ સર્કલથી કેમ્પ હનુમાન,કેમ્પ હનુમાનથી શાહીબાગ ડફનાળા,શાહીબાગ ડફનાળાથી શિલાલેખ (રીવરફ્રન્ટ), નારણઘાટથી આરટીઓ, આરટીઓથી સાબરમતી આશ્રમ, આશ્રમમાં સાંજની પ્રાર્થનામા ભાગ લેશે. બાદમા આશ્રમથી રીવરફ્રન્ટના માર્ગે રીવરફ્રન્ટ ખાતે થોડો સમય બંને મહાનુભવો સાથે ગાળશે.રીવરફ્રન્ટથી જુના એલિસપુલ પહોંચશે ત્યાંથી સીદી સૈયદની જાળી મસ્જિદ પહોંચશે.બાદમા હેરીટેજ હોટલ અગાશીયે ખાતે રાત્રી ડીનર લેશે.ડીનર બાદ જાપાનના વડાપ્રધાન શીનજો અબે અને તેમના પ્તની અકી અબે વસ્ત્રાપુર ખાતે આવેલી હોટલ હયાત ખાતે રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,જાપાનના વડાપ્રધાન શીનજો અબે લેડી પી.એમ.જાપાન વગેરેના રોડ શો દરમિયાન કરવામા આવનારા સ્વાગત દરમિયાન કુલ ૪૦ સ્ટેજ તૈયાર કરવામા આવશે.જે પૈકી સ્ટેજ નંબર-૮ પર કેરાલા,સ્ટેજ નંબર-૧૦ પર કર્ણાટક,સ્ટેજ નંબર-૧૧ પર આંધ્ર પ્રદેશ, અને સ્ટેજ નંબર-ર૭ ઉપર ઓડિસાના પરંપરાગત લોકન્ાૃત્ય કલાકારો દ્વારા રજુ કરવામા આવશે.જો કે આ સ્ટેજ પરથી જે પર્ફોમન્સ રજુ  થશે એ આ રાજયોના અમદાવાદ આવી વસેલા કલાકારો દ્વારા રજુ કરવામા આવશે.૪૦ સ્ટેજ પૈકી ૧ર સ્ટેજ ગુજરાતના વિવિધ પ્રાંતોના રાખવામા આવ્યા છે. સ્વાગત માટે જોરદાર તૈયારી કરાઇ છે. જાપાની વડાપ્રધાન અને મોદી ગાંધીનગરમાં દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ મંદિરમાં પહેલા મોદી અને શિન્જોની દ્વિપક્ષીય મંત્રણા થશે ત્યારબાદ પ્રતિનિધિસ્તરની મંત્રણા થશે. મહાત્મા મંદિર ખાતે ગાંધી કુટિરની મુલાકાત લેશે. ઇન્ડો જાપાન સમિટમાં મહત્વના કરાર બંને દેશોના વડાપ્રધાનોની હાજરીમાં કરવામાં આવશે. ૧૪મીએ રાત્રે શિન્જો તેમના પત્નિ સાથે ફરી ટોકિયો જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *