અમદાવાદના સોનીનો લાપતા પુત્ર મળ્યો ખરો પણ પુત્રી તરીકે!

અમદાવાદના એક પ્રતિષ્ઠિત, સોની પરિવાર સાથે ગજબનો કિસ્સો બન્યો. લગભગ એકાદ સપ્તાહથી લાપતા થયેલો તેમનો ૨૪ વર્ષિય પુત્ર શ્યામ (નામ બદલ્યુ છે) મળ્યો ખરો પણ રાધા (કાલ્પનિક નામ) તરીકે! પરિવારને સમજાતું નથી કે પુત્ર મળી આવ્યાની ખુશાલી માનવે કે સેકસ-ચેન્જ કરાવવાની તેની ગૂસ્તાખિનો ગમ સહે?
વાત એમ બની હતી કે અમદાવાદના માધવપુરા વિસ્તારમાં વિશાળ શો-રૂમ ધરાવતા સોની પરિવારનો ૨૪ વર્ષિય પુત્ર ગયા સપ્તાહે ‘ગૂમ’ થઈ ગયો હતો. દરમિયાન ગઈકાલે તેમને માધવપુરા પોલીસનો કોલ આવ્યો એ સાથે જ પરિજનો પ્રથમ તો આનંદથી ઉછળી ઉઠયાં હતા કેમકે પોલીસે તેમનાં લાપતા પુત્રને ખોળી કાઢયાની જાણકારી આપી હતી પરંતુ થોડી જ વારમાં પરિવારજનો ત્યારે ગમમાં ડુબી ગયા જયારે પોલીસે એવી માહિતી આપી કે લાપતા પુત્ર હવે સેકસચેન્જ કરાવી પુત્રી બની ગયો છે!
સોની પરિવારનો સૌથી નાનો આ પુત્ર એટલા માટે ગાયબ થઈ ગયો હતો. કેમકે તેણે સેકસ ચેન્જ કરાવ્યું હતું. પોલીસે કહ્યું કે યુવકે ગ્રેજયુએશન કર્યા પછી પરિવારનાં સોનાનાં વ્યવસાયમાં જોડાવાનું મન બનાવ્યું હતું.
પરંતુ કેટલાંક વર્ષો પહેલાં તેને એવો અહેસાસ થયો હતો કે તે એક એવો પુરુષ છે જે સ્ત્રીના શરીરમાં કેદ છે. યુવકે પોતાના પરિવારજનોને મનાવવાની ખૂબ કોશિશ કરી કે તે સેકસ-ચેન્જ ઓપરેશન કરાવવાની મંજુરી આપે પણ પરિજનોએ વાત નકારી કાઢી. તે પછીથી યુવકે આ બાબતે વાત કરવાનું જ ટાળ્યું અને મનોમન બધ્ધું નકકી કરી નાંખ્યું. યુવકને શાંત થયેલો જોઈ પરિજનોને લાગ્યું કે હવે બધ્ધું થાળે પડી ગયું છે. પરંતુ ગત સપ્તાહે યુવક ‘લાપતા’ થતાં જ પરિવારની ધારણામાં જબરું ટિવસ્ટ આવ્યું હતું.
સોની પરિવારે માધવપુરા પોલીસમાં પુત્રના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી અને તેની એએસઆઈ કે.એન.મનત તપાસ ચલાવી રહ્યા હતા. મનતના કહેવા મુજબ પોલીસે યુવકનો ફોન ટ્રેન કર્યો તો તેનું લોકેશન નવરંગપુરામાં મળ્યું. તપાસ કરતાં પોલીસે જોયું કે એક ખાનગી હોસ્પિટલ બહાર યુવકની મોટરસાયકલ પાર્ક કરાયેલ જોવા મળી હતી.
એએસઆઈ મનતે કહ્યું યુવક એ હોસ્પિટલમાં સેકસચેન્જ ઓપરેશન કરાવવા ગયો હતો. તેણે પોલીસને નિવેદનમાં જણાવ્યું કે તેણે આ બધ્ધું જ પોતાની મરજીથી કર્યું છે. એએસઆઈએ કહ્યું કે અમે તેમના પરિવારને આ બધ્ધું જટણાવી દીધું અને કેસ બંધ કરી દીધો! સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે યુવક ઘણાં લાં…બા સમયથી આવા ઓપરેશનની તૈયારી કરી રહ્યો હતો. તેણે ઓપરેશનનાં દોઢ વર્ષ અગાઉથી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી પણ લીધી હતી. જાણ થતાં જ પરિવારજનો તરત જ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ યુવકે તેને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. પોલીસે પણ કોશીશ કરી કે યુવક તેના પરિજનો સાથે વાત કરે પણ યુવક પોતાની ઈચ્છા પર અડગ રહ્યો અને કોઈને મળ્યો નહોતો. આખરે તેણષ સેકસચેન્જ કરાવી નાંખ્યું અને પરિજનોને લાપતા પુત્ર મળ્યો ખરો પણ પુત્રી સ્વરૂપે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *