અનેક વિસ્તારોમાં પારો ૧૦થી પણ નીચે રાજ્યમાં ઠંડીનો ચમકારો અકબંધ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં પણ હાલમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડીથી કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. અલબત્ત તંત્ર તરફથી કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં પારો ૧૦થી પણ નીચે પહોંચી ગયો છે. નલિયામાં આજે પારો  ૮.૫ થયો હતો.  આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૦.૪ ડિગ્રી થયું હતુ ંજ્યારે ગાંધીનગરમાં ૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં ૮.૫, ડિસામાં ૯.૪, વડોદરામાં ૧૧, વલસાડમાં ૯.૧ સુધી પારો પહોંચી ગયો હતો. અમરેલીમાં લઘુત્તમ તાપમાન ૧ર ડિગ્રી નોંધાયું હતું. રાજયના મોટાભાગના શહેરોમાં આજે પણ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ રહી હતી. ઠંડીનો અનુભવ લોકો કરી રહૃાા છે. આની સાથે જ ગરમ વસ્ત્ર બજારમાં પણ જોરદાર તેજી આવી ગઈ છે. બીજી બાજુ રાહતની બાબત એ પણ છે કે, કોલ્ડવેવ માટેની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ અંગે મળતી માહિતી અનુસાર, રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વહેતા શીત પવનોની સાથે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહૃાા છે ત્યારે રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૦થી ૧૩ ડિગ્રી વચ્ચે રહૃાો હતો. રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્ર્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *