અદાવતના લીધે બે યુવાનો એકબીજા પર છરીથી તુટી પડ્યા:એકનું મોત

શહેરના બાપુનગર વિસ્તારમાં અદાવતના કારણે બે યુવાનો છરી સાથે એકબીજા ઉપર તુટી પડતા એકનું મોત નીપજ્યું હતું.
પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના બાપુનગરના મોહનનગરમાં રહેતા સુરેશ ચૌધરીના મિત્ર ધર્મેશભાઈની ભાણેજ વહુ નિમીષાબહેન સાથે તે વિસ્તારમાં રહેતા અમિત પટેલે ઝઘડો કરી તેઓની ઉપર ચપ્પાના ઘા ઝીંકી હત્યાની કોશિષ કરી હતી.
પાંચ મહિના અગાઉ આ બાબતે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી તેમાં મુખ્ય સાક્ષી તરીકે મોહનનગર પાસેના સત્યમ ફલેટમાં રહેતા કઠવાડા જીઆઈડીસીમાં કારખાનું ધરાવતા સુરેશ ચૌધરીએ ભૂમીકા ભજવી હતી.
તેથી અમિત અને સુરેશ વચ્ચે તકરાર ચાલતી હતી દરમ્યાનમાં ગત મોડી રાત્રે મોહનનગર રોડ ઉપર બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેથી ટ્રાફિકજામ થઈ ગયો હતો.
દરમ્યાનમાં સુરેશ કારખાનું બંધ કરી ઘેર આવ્યો હતો તેણે ટ્રાફિક ખુલ્લો કરવા બંને રિક્ષાઓને મોહનનગરમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે મુકી હતી ત્યારે અમિત ત્યાં ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
બંનેએ એકબીજા ઉપર ચપ્પાના ઘા ઝીંકી દીધા હતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં અમિત પટેલનું મોત નીપજ્યું હતું આ બાબતે બાપુનગર પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સુરેશ ચૌધરીએ હત્યાની કોશિષની જ્યારે ત્રિવેણીબહેન પટેલે અમિત પટેલની હત્યા બાબતે ફરિયાદ દાખલ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *