અઢી કરોડના ઝડપાયેલા દારૂનો વોન્ટેડ વોન્ટેડ જીગ્નેશ પકડાયો

શહેરના જગતપુર ગામ પાસેના ફલેટમાં પોલીસે છાપો મારી અઢી કરોડના દારૂના કેસના વોન્ટેડ સહિત ત્રણને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં.
જાણવા મળતી માહિતી અનુસાર અડાલજ નજીક આવેલા ખોરજ ક્ધટેનર ડેપોમાંથી થોડા સમય અગાઉ અડાલજ પોલીસે અઢી કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો તેમાં સૂત્રધાર જીગ્નેશ પટેલ વોન્ટેડ હતો.
દરમ્યાનમાં ચાંદખેડા પોલીસે બાતમીના આધારે જગતપુર ગામ પાસે આવેલા ક્રિષ્ણા હાઈટ્સ નામના ફલેટમાં છાપો મારી જીગ્નેશ પટેલ, રૂપેશ ચૌધરી અને અનિલ પટેલને ઝડપી પાડી વિદેશી દારૂની મોંઘી બ્રાન્ડની ૪૧ બોટલો કબજે કરી હતી. પોલીસે તે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *