અક્ષરધામ પર હુમલો કરવાનો પ્લાન: એક આતંકવાદી ઝડપાયો, બે ફરાર

akar

૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હતું. રવિવારે રાત્રે મથુરાની પાસે ભોપાલ શતાબ્દી ટ્રેનમાંથી એક સંદિગ્ધની ધરપકડ કરાઈ છે. તેના નિશાનદેહી પર બે લોકોની તપાસમાં દિલ્હીના હોટલમાં છાપામારી કરવામાં આવી હતી. તપાસમા માલૂમ પડ્યું કે, બે સંદિગ્ધ એક દિવસ પહેલા જ હોટલમાંથી ફરાર થઈ ગયા છે. હવે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, યુપી એટીએસ અને આઈબી બંને સંદિગ્ધોની તપાસમાં લાગી છે. બે સંદિગ્ધોની દિલ્હીમાં હાજરીથી સુરક્ષા એજન્સીઓના હોશ ઉડી ગયા છે. ૨૬ જાન્યુઆરીનો દિલ્હીમાં કાર્યક્રમ અને અક્ષરધામ મંદિર પર આતંકી હુમલો થઈ શકતો હતો. દિલ્હીથી ભોપાલ શતાબ્દથી જઈ રહેલા એક શખ્સની હરકતો ટીટીને સંદિગ્ધ લાગી હતી. મથુરામાં તેની તપાસ કરવામાં આવી તો તેણે પોતાનુ નામ બિલાલ અહેમદ વાની બતાવ્યું હતું. અનંતનાગનો રહેવાસી બિલાલે જણાવ્યું કે, તે અને તેના મિત્રો દિલ્હીમા ૨૬ જાન્યુઆરી અને અક્ષરધામ મંદિરમાં હુમલાની
તૈયારીઓ કરવાના હતા. આ સાંભળતા જ જીઆરપીના હોશ ઉડી ગયા હતા. તેણે તાત્કાલિક તેની જાણકારી યુપી એટીએસને આપી. યુપી એટીએસએ તેની કડક તપાસ કરતા તે પાગલો જેવી હરકતો કરવા લાગ્યો હતો.
તેણે જણાવ્યું કે, તેના બે સાથી દિલ્હીની જામા મસ્જિદની પાસે હોટલ અલ રાશિદમાં ઉતર્યા છે. યુપી પોલીસે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને આઈબીને જાણકારી આપી હતી. ૨૬ જાન્યુઆરી પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની જાણકારી મળતા જ સ્પેશિયલ સેલ અને આઈબીની ટીમ જામા મસ્જિદના જમ જમ ગેસ્ટ હાઉસ અને હોટલ અલ રાશિદ પર રેડ કરવા પહોંચી હતી. ત્યા માલૂમ પડ્યું કે, ૩ જાન્યુઆરીના રોજ આ લોકો આવ્યા હતા અને ૬ જાન્યુઆરીના રોજ રાત્રે ૮.૩૦ વાગ્યે હોટલથી નીકળી ગયા હતા. તપાસ એજન્સી હાલ આ બંને સંદિગ્ધ લોકોની તપાસ કરવામાં લાગી છે. આ બંને હોટલથી ફરાર થતા તેમની ઊંઘ ઉડી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *