અંબાજી, દ્વારકા મંદિરની બે વર્ષમાં રૂા.૧૦૫.૭૪ કરોડની આવક થઈ

l2

ત.૩૧-૧-૨૦૧૭ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત રાજ્યના સુપ્રસિધ્ધ અંબાજી અને દ્વારકાધીશ મંદિરની છેલ્લા બે વર્ષમાં કુલ રૂા.૧૦૫,૭૪૩૯૪૦૧ (૧૦૫.૭૪ કરોડ) આવક થઈ હતી. તેમાં અંબાજી મંદિરના પુજારીઓનેપગાર પેટે બે વર્ષમાં રૂા.૧,૨૪,૫૫૨૫૨ (૧.૨૪ કરોડ) અને દ્વારકાધીશ મંદિરના પુજારીઓનાાપગાર પેટે રૂા.૧૫,૪૦,૦૪૮૦૯ (૧૫.૪૦ કરોડ) જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું વિધાનસભા આજે યાત્રાધામ વિકાસ મંત્રીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલના એક પ્રશ્ર્નના લેખિત જવાબમાં યાત્રાધામ વિકાસમંત્રીએ જણાવ્યું હતું કે, તા.૩૧-૧૨-૧૬ની સ્થિતિએ અંબાજી મંદિરની વર્ષ ૨૦૧૫-૧૬માં રૂા.૪૯,૨૦,૫૧,૨૬૩ અને વર્ષ ૨૦૧૬-૧૭ (તા.૩૧-૧-૧૭ સુધી)માં રૂા.૩૯,૨૫,૧૩,૨૧૪ જેટલી આવક થઈ હતી. તેમાંથી અંબાજી મંદિરના પુજારીઓના પગાર અને હિસ્સા પેટે વર્ષ ૨૦૧૫-૧૬ાં રૂા.૬૮,૩૩૬ અને વર્ષ ૨૦૧૬-૧૭માં રૂા.૫૫,૬૦,૯૧૬ જેટલો ખર્ચ કરાયો હતો. અને મંદિરના વિકાસલક્ષી કામો પાછળ બે વર્ષમાં અનુક્રમે રૂા.૮,૪૨,૫૮,૦૯૨ અને રૂા.૪,૯૦,૧૧,૮૫૯ જેટલો ખર્ચ થયો હતો.
જ્યારે દ્વારકાધીશ મંદિરની વર્ષ ૨૦૧૫-૧૬માં રૂા.૯,૧૭,૮૬,૩૭૦ અને વર્ષ ૨૦૧૬-૧૭ (તા.૩૧-૧-૧૭ સુધી)માં રૂા.૮,૧૦,૮૮,૫૫૪ આવક થઈ હતી. તેમાંથી દ્વારકાધીશ મંદિરના પુજારીઓને પગાર અને હિસ્સાપેટે વર્ષ ૨૦૧૫-૧૬માં રૂા.૭,૬૪,૫૮,૦૪૩ અને વર્ષ ૨૦૧૬-૧૭માં રૂા.૬,૭૫,૪૬ ૭૬૬ જેટલો ખર્ચ કરાયો હતો. જ્યારે શ્રી દ્વારકાધીશ મંદિરની આવકના ૧૫ ટકા વહીવટી અને મહેકમ ખર્ચ પેટે વાપરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *