અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે માતાજીના પ્રાગટ્ય દિવસની ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂનમને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે પ્રતિ વર્ષ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માઈભક્તોએ દિવસભર મંદિરના ચાચર ચોક અને સમગ્ર અંબાજી નગરને જય અંબે…ના ગગનભેદી જયઘોષથી ગ્ાૂંજતું રાખ્યું હતું.

રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ તથા યાત્રાધામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેના હસ્ત્ો પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં ૬૩ જેટલાં દૃંપતિઓએ આ પવિત્ર મહાઅવસરમાં બેસવાનો લ્હાવો લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *