અંતે સહારાની એમ્બી વેલીની નવેસરથી હરાજીને લીલીઝંડી

aamby-valley-lonavala-renovated-aussie-chalets-76883085990fs

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આજે વિવાદાસ્પદ સહારા ગ્રુપના અલ્ટ્રા એક્સક્લુઝીવ ચાર્ડર્ડ સીટી એમ્બીવેલીની નવેસરથી હરાજી માટેની મંજુરી આપી હતી. હરાજી પ્રક્રિયા પહેલી ડિસેમ્બરના દિવસે શરૂ થશે અને આઠ સપ્તાહની અંદર તેને પૂર્ણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીને મેનેજ કરવા અને કન્ટ્રોલ કરવા માટે મુંબઈ હાઈકોર્ટના સત્તાવાર રિસીવરને આદેશ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે હરાજીની પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની દરમિયાનગીરી ન કરવા સહારા ગ્રુપના વડા સુબ્રતા રોયને આદેશ કર્યો છે. સાથે સાથે તેમને ચેતવણી પણ આપી છે. સુબ્રતાને ચેતવણી આપતા કહ્યું છે કે, જો વેચાણમાં કોઇપણ પ્રકારની  અડચણો ઉભી કરવામાં આવશે તો જેલ ભેગા કરવામાં આવશે. અગાઉ પ્રોપર્ટીની વૈશ્ર્વિક હરાજીની પ્રક્રિયા આગળ વધી ન હતી. કારણ કે સંપત્તિને ટેકઓવર કરવા માટે કોઇપણ બીડર આગળ આવ્યું ન હતું. કારણ કે, સુબ્રતા રોય અને કંપનીના અન્ય ડિરેક્ટરોએ વેચાણ આડે અડચણો ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં સેબીએ સુપ્રીમ કોર્ટમાં આ મુજબની વાત કરી હતી. પ્રોપર્ટીની સત્તાવાર લીક્વીડેટર દ્વારા હરાજી માટે મુકી દેવામાં આવી હતી. રિઝર્વ પ્રાઈઝનો આંકડો ૩૭૩૯ર રાખવામાં આવ્યો હતો. તમામ લોકોને માહિતી છે કે, પુણે જિલ્લામાં લોનાવાલા નજીક ૧૦૦૦૦ હેક્ટર વિસ્તારમાં ઇન્ટેગ્રેટેડ હિલસિટી ટાઉનશીપ ફેલાયેલી છે જેમાં ટિમ્બર અને અતિઆધુનિક સુવિધાઓ રહેલી છે. ગોલ્ફ કોર્સ, હોસ્પિટલ, સ્કૂલ અને એરપોર્ટ પણ સુવિધા રહેલી છે. અન્ય અતિઆધુનિક સુવિધા પણ રહેલી છે. સહારા દ્વારા કેટલાક કાર્યક્રમો પણ આ જગ્યાએ યોજવામાં આવી ચુક્યા છે. સુબ્રતા રોય છેલ્લા ઘણા સમયથી કાયદાકીય ગૂંચનો સામનો કરી રહૃાા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *