અંજુ બોબી જ્યોર્જને ર૦૦૪નો એથેંસ ઓલિમ્પિકનો સિલ્વર મેડલ મળી શકે

Anju-Bobby-George2

ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતની ઝોળી ખાલી છે. પરંતુ જો બધુ યથાવત રહેશે તો આ ઉણપ દૂર થઈ શકે છે. વર્લ્ડ ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવાવાળી ભારતની એકમાત્ર એથલીટ અંજુ બેબી જ્યોર્જને વર્ષ ર૦૦૪ એથેસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અપાવવાના પ્રયાસ શરૂ થયા છે. અલબત આ દૂરની વાત છે, પરંતુ જો વર્ષ ર૦૦૪ એથેસ ઓલિમ્પિકના લોગ જમ્પ ઈવેન્ટની તપાસ કરવાનો પ્રયાસ સફળ પૂરવાર થાય તો અંજુને પદક મળવાની શક્યતા પ્રબળ થશે.

વર્ષ ર૦૦૪ની એથેંસ ઓલિમ્પિકમાં લોન્ગ જમ્પ ઈવેન્ટમાં અંજુએ ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. અંજુએ ૬.૮૩ મીટર છલાંગ લગાવી લોન્ગ જમ્પમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. જે હજુ સુધી યથાવત છે. અંજુ આ સ્પર્ધામાં પાંચમાં સ્થાને રહી હતી. ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયાની બ્રાઉન થોમસન હતી અને અંજુની પાછળ છઠ્ઠા સ્થાને બ્રિટનની જેડ જોનસન હતી.

આ સ્પર્ધામાં ત્રણ રશિયન રમતવીર તાતયાના લેબેદેવા, ઈરીના મેલેશીના તથા તાતયાના કો તોવા ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી. ત્યાર બાદ અંજુ, થોમસન અને જોનસન સમર્થન માટે પોત પોતાના રાષ્ટ્રીય રમત સંઘો પાસે પહોંચી હતી.

અંજુના પતિ અને કોચ બોબી જ્યોર્જના જણાવ્યા મુજબ આ ત્રણેયનો ઈરાદો આંતરરાષ્ટ્રીય એસોસિયેશન ઓફ એથલેટિક ફેડરેશન તથા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ સાથે વાત કરવાનું પણ છે.

ચાલુ વર્ષે જાન્યુ.માં એથેંસમાં ગોલ્ડ મેડલ જીતવાવાળી લેબેદેવાથી વર્ષ ર૦૦૮ના પેઈિંચગ ઓલિમ્પિકમાં જીતાયેલ બે સિલ્વર મેડલ ડ્રગની તપાસમાં પોઝીટીવ મળ્યા પછી પરત લેવામાં આવ્યા હતા. એથેંસમાં સિલ્વર જીતવાવાળી સિમગીના પર વર્ષ ર૦૧રમાં પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરવાના આરોપમાં પ્રતિબંધ મૂકાયો હતો. જેને લઈ તે લંડન ઓલિમ્પિક રમતોમાં ભાગ લઈ શકી ન હતી.

વર્ષ ર૦૦૪ની ઓલિમ્પિક રમતોમાં બ્રોન્ઝ મેડલ જીતવાવાળી કોતોવાને વર્ષ ર૦૧૩માં પ્રદર્શન વધારનારી દવાના સેવનમાં દોષિત ઠેરવવામાં આવી હતી જેને લઈ તેની પાસેથી વર્ષ ર૦૦૫નો વર્લ્ડ ચેમ્પિયનશીપનો મેડલ પરત લેવાયો હતો.

બોબીએ કહ્યું કે વર્ષ ર૦૧૩માં કો તોવા પ્રકરણ પછી અમને આશા હતી કે કાંઈક જરૂર થશે. એથેસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી આ બધી રશીયાની ખેલાડીઓ પર પ્રશ્ર્નો ઉપસ્થિત થયા હતા. ખાસ કરીને ઈરીના જે ક્યાંય પણ ચિત્રમાં ન હતી.  અચાનક ૭ મીટર ઉપર છલાંગ મારતી હતી તે ૭.રર મીટર સુધી કૂદી હતી. આ એક અવિશ્વસનીય પ્રદર્શન હતું.

આ પ્રદર્શન પછી તે આમ કરી શકી નથી. વર્ષ ર૦૦૪માં ૭.૩૩ મીટરની છલાંગ લગાવવા વાળી તાતયાના લેબેદેવાનું પ્રદર્શન ઓલિમ્પિક પછી નબળુ  પડ્યું હતું. ત્યાર બાદ વર્ષ ર૦૦૭માં યોકોહામામાં સુપર ટ્રેક એન્ડ ફિલ્ડમાં તાતયાનો અવિશ્વસનીય પ્રદર્શન કરી કોતોવાને હરાવી હતી.

નિયમ મુજબ એથલીટ્સનું સેમ્પલ ૧૦ વર્ષ સુુધી સુરક્ષિત રાખવું જોઈએ. છતા આ ત્રણેય રશિયાની એથલીટ્સના સેમ્પલ નષ્ટ કરાયા હશે. બોબીને આશા છે કે તેને સમર્થન મળશે કારણ કે એક નહીં ત્રણ એથલીટ્સનો પ્રશ્ર્ન છે. તેણે કહ્યું મને વિશ્ર્વાસ છે કે આ જગતમાં એવા લોકો જરૂર હશે જેમની પાસે અમારી મદદ માટે મજબૂત પૂરાવા હશે અને તેનાથી અમને ફાયદો મળવાની આશા છે. એક વખત આ મામલો જો આંતરરાષ્ટ્રીય મીડિયાની નજરમાં આવશે ત્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અથવા રશિયામાં બેઠેલો વ્યક્તિ અમારી મદદ કરવા આવશે.

બોબીના જણાવ્યા મુજબ તેને અને અંજુને એએફઆઈ તથા એસો.ઓફ ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન સમર્થન મળેલું છે. તેણે કહ્યું અમે અન્ય બે એથલિટના સમર્થનમાં છે. તેઓ અમારી સાથે છે જેઓ તેમના ભવિષ્યને લઈ આશાવાદી છે. ૩૯ વર્ષની અંજુએ પોતાની કારકિર્દિ દરમિયાન ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. વર્ષ ર૦૦૩માં તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા એથલીટ બની. તેણે લોન્ગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વર્ષ ર૦૦૫માં તેણે વર્લ્ડ એથલેટિક્સની ફાઈનલમાં લોન્ગ જમ્પમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ૯ વર્ષ પછી તેનો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં તબદીલ થયો જ્યારે ગોલ્ડ મેડલ જીતવાવાળી કો તોવા ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *